દાહોદઃ ગરબાડામાં 3 વર્ષ પહેલાં 6 વર્ષીય કુટુંબી ભાણી પર દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરવાના કેસમાં સ્થાનિક સ્પેશિયલ પોક્સો કોર્ટે આ અપરાધીને મૃત્યુદંડની સજા ફટકારી છે.
ગરબાડા ગામના તળાવ ફળિયામાં રહેતા 22 વર્ષીય શૈલેશ નારસિંગ માવી ધોરણ-1માં અભ્યાસ કરતી કુટુંબી ભાણીને લાલચ આપી બાઇક પર બે કિ.મી. દૂર નળવાઈ ગામે નીલગીરીના જંગલમાં લઈ ગયો હતો. જંગલમાં આ શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસ દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. આ કેસમાં 28 સાહેદ તપાસવામાં આવ્યા હતા અને 94 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે પોક્સો કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

