યુપી મ્યુ. કોર્પો., પાલિકા, પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

Wednesday 17th May 2023 07:12 EDT
 
 

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં 17 મ્યુનિસિપલ કોર્પોરેશન, 199 નગરપાલિકા પરિષદ અને 544 નગર પંચાયતોની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. આ તમામ ચૂંટણીમાં મોટાભાગની સીટો પર ભાજપના ઉમેદવારોએ વિજેતા બન્યા છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને ફાળે નજીવી સીટો ગઈ હતી. આમ ત્રણેય હરીફ પાર્ટીનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં.
યુપીમાં કુલ 14,684 સીટો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. તમામ સીટ માટે 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. પહેલા તબક્કામાં 52 ટકા અને બીજા તબક્કામાં 53 ટકા મતદાન થયું હતું. યુપી ચૂંટણીપંચના જણાવ્યા મુજબ મેયરની 17 સીટ માટે, કોર્પોરેટર્સની 1,420 સીટ માટે, નગરપાલિકા પરિષદના 199 ચેરપર્સન્સ માટે, નગરપાલિકા પરિષદની 5327 સીટ માટે, નગરપંચાયતોનાં 544 ચેરપર્સન્સ માટે અને નગર પંચાયતોનાં 7,178 સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ 162 જનપ્રતિનિધિ નિર્વિરોધ ચૂંટાયા હતા, જ્યારે 14,522 સીટ પર 83,378 ઉમેદવારોએ જીતની પતાકા લહેરાવી હતી.


comments powered by Disqus