જામનગરઃ જામનગરના ગોરધનપર પાસે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્ર બનાવવા માટેની ડિઝાઇન આયુષ મંત્રાલય અને ડબલ્યુએચઓના સંકલનથી તૈયાર થઈ છે, જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂરી આપી છે.’ એમ ભારત સરકાર વતી કો-ઓર્ડિનેશન કરી રહેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના ડિરેક્ટર ડો. અનુપ ઠાકરે જણાવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ વિશિષ્ટ ગ્લોબલ સેન્ટર બનાવવા માટે જામનગર નજીક આવેલા ગોરધન૫૨ પર પસંદગી ઉતારાયા પછી 2022ના એપ્રિલ માસમાં વડાપ્રધાન મોદીના હસ્તે તેનો શિલાન્યાસ કરાયો હતો. એ સમયે વડાપ્રધાન મોદીની સાથે ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેટ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ્ર જુગનાથ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

