ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો પૈકી એક બેઠકમાં કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરને રિપીટ કરાઈ શકે છે, જ્યારે બાકીની બે બેઠકોમાં વિજય રૂપાણી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટિકિટ મળે તેવી સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થાય છે. ભાજપ પાસે 156 સભ્યો હોવાથી આ ત્રણેય બેઠકમાં ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે ત્યારે પાર્ટીએ અત્યારથી જ બે નામોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે.
રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ રહી છે તેમાં ભાજપના જ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા સભ્ય તરીકે ચાલુ છે. આ બેઠકોની ચૂંટણી આગામી જૂન કે જુલાઇ મહિનામાં આવે તેવી સંભાવના છે.

