વડોદરા: કેન્યાની સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ ફીલોમેનલ મવીલુએ અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ પ્રમુખસ્વામી નગરની ભવ્યતા અને દિવ્યતા જોઇ અતિપ્રભાવિત થયાં હતાં. અતિવ્યસ્ત કાર્યક્રમ દરમિયાન પણ તેઓએ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદની મુલાકાત લીધી હતી અને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.

