કોંગ્રેસ વિપક્ષ નેતા - ઉપનેતાની પસંદગી: અમિત ચાવડા વિપક્ષ નેતા અને શૈલેષ પરમાર ઉપનેતા

Wednesday 18th January 2023 05:17 EST
 
 

ગાંધીનગરઃ કોંગ્રેસે આખરે વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાની જાહેરાત કરી છે. નવી વિધાનસભા રચાઈ ગઈ, પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી નેતાઓની પસંદગી કરી ન હતી. આખરે પોતાના વિપક્ષ નેતા અને ઉપનેતાની પસંદગી કરી દીધી છે. ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતાપદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી છે, જ્યારે ઉપનેતા તરીકે શૈલેશ પરમારની નિમણૂક કરી છે.
અમિત ચાવડાએ કહ્યુંું કે, મોંઘું શિક્ષણ છે, બેરોજગારી આસમાને છે, પરીક્ષામાં કૌભાંડ થતાં યુવાનો નિરાશ છે, લોકોને પારાવાર સમસ્યા છે.


comments powered by Disqus