ચૂંટણી બાદ પણ રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ યથાવત્

Wednesday 18th January 2023 05:27 EST
 
 

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદનો મામલો ગરમાયો છે. રાજકોટ કોંગ્રેસના જૂથવાદ મામલે હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. હેમાંગ વસાવડાએ આડકતરી રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર નિશાન તાક્યું હતું.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું નિવેદન
રાજકોટ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી બાદ જૂથવાદ યથાવત જોવા મળી રહ્યો છે. જે મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસવાડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની આંતરિક બાબત હતી અને મીડિયા સમક્ષ કેમ પહોંચી તે આશ્ચર્યની વાત છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કારમી હારનો સામનો કરી રહી છે અને કોંગ્રેસને હરાવનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વસાવડાએ કહ્યું કે, પક્ષની આંતરિક બાબત છે તે અંગે પ્રદેશ નેતા નિણર્ય લેશે. તેમણે ઉમેર્યું કે, એકવાર પગલાં લઈ પક્ષવિરોધીઓ માટે દાખલો બેસાડવો જોઈએ. કોર્પોરેટરની એક સીટ આવવાથી કોંગ્રેસ સત્તામાં આવી જવાની નથી.
કોંગ્રેસે જાહેર કર્યું વિપક્ષ નેતાનું નામ
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે.


comments powered by Disqus