ભૂજઃ જી-20ની એક સમિટ કચ્છના સફેદમાં મળવાની છે. જેના ભાગરૂપે દેશ-વિદેશના પ્રતિનિધિઓ કચ્છના મહેમાન બનશે. ખાસ કરીને ભુજ એરપોર્ટ આ દિવસોમાં ધમધમતું થશે. જેના પગલે એરપોર્ટ પર તૈયારી શરૂ કરી દેવાઈ છે. તો તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સહિતના કારણોના લીધે કલેક્ટર અને એસપીએ પણ એરપોર્ટની મુલાકાત લીધી હતી. હાલ એરપોર્ટ પર રિપેરિંગ અને રંગરોગાન શરૂ કરાયું છે.
સફેદ રણમાં 8થી 10 ફેબ્રુઆરીએ સમિટ યોજાશે, જે પર્યટનની થીમ પર યોજાશે.

