જૂનાગઢના વિલિંગ્ડન ડેમનો થશે વિકાસ

Wednesday 18th January 2023 05:33 EST
 
 

જૂનાગઢ: જૂનાગઢ શહેર પ્રવાસનક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું છે. અનેક તીર્થક્ષેત્ર અને કુદરતના સાંનિધ્ય સમાન પર્વત અને જંગલ ઉપરાંત નવાબી કળાનો વિલિગ્ડન ડેમ પણ ખુબ સારી રીતે વિકસી શકે તેવું છે.
બે પર્વતોની વચ્ચે બનેલો વિલિગ્ડન ડેમ એક અદ્ભુત ક્ષેત્ર છે પણ અહીં કોઈ જ સુવિધા ન હોવાથી અવાવરુ બન્યો છે. વિલિગ્ડન ડેમ ઉપર માત્ર ચોમાસા દરમ્યાન માનવ મેદની ઉમટે છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્ર ઉજ્જડ બન્યું છે. અહીં સલામતીના પ્રશ્ન સૌથી મોટો છે એવા સંજોગોમાં આ વિસ્તારને વિકસાવવામાં આવે તો વિલિગ્ડન ડેમ પર્યટન ક્ષેત્ર બની શકે છે.
વિલિગ્ડન ડેમ ઉપર સ્ટેપ ગાર્ડન અને હોટેલ અથવા કેન્ટીનની નિર્માણ થઇ શકે તેવી શક્યતા છે. વિલિગ્ડન ડેમ ઉપર સ્ટેપ ગાર્ડન બનાવવામાં આવે તો સૌરાષ્ટ્રના પર્યટન માટે આ એક ખૂબ મોટું નજરાણું બની શકે છે. કુદરતે જ્યાં ખૂબ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે, જેની પર્વતમાળાઓ ઉપરથી ચોમાસા દરમ્યાન વહેતા ઝરણા જોવા હજારો લોકો ઉમટે છે.
વિલિગ્ડન ડેમ વિકસાવવામાં આવે તો જૂનાગઢને નવું પર્યટન ક્ષેત્ર મળી શકે અને ભવનાથ તીર્થક્ષેત્રમાં વધેલા ભારણને દૂર કરી શકાય. નવાબી કાળમાં બનેલા આ જળાશયને તેની જળક્ષમતા પૂર્વવત્ કરવા માટે ઊંડો ઉતારવો પણ જરૂરી છે, કારણ કે 5 ઇંચ જેટલો પડે તો પણ આ જળાશય છલકાઇ જાય છે.


comments powered by Disqus