અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીને પદ પરથી હટાવવામાં આવે તે પહેલાં જ તેમને રાજીનામું આપી દીધું છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતનું તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. યુજીસીએ ડો. ખીમાણીનો કુલનાયક તરીકેની નિમણૂકને ગેરલાયક ઠેરવીનેને તેમને પદ પરથી હટાવવાની ભલામણ કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટ પણ યુજીસીની ભલામણ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. 17 ફેબ્રુઆરી પહેલા તેમને હટાવવાનો નિર્ણય થવાનો હતો. તે પૂર્વ ડો. ખીમાણીએ રાજીનામું કરી દીધું છે.
રાજ્યપાલે કુલનાયક રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે. તે પછીથી રવિવારે સાંજે ઇન્ચાર્જ કુલનાયક તરીકેનો હવાલો સિનિયર અધ્યાપક ડો. ભરત જોશીને સોંપવામાં આવ્યો છે.

