રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માર્ચથી નવી ફ્લાઇટ શરૂ થશે

Wednesday 18th January 2023 05:21 EST
 
 

રાજકોટઃ રાજકોટથી ડાયરેક્ટ ઇન્દોર અને ઉદયપુર જવા માટે આગામી માર્ચ મહિનાથી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજકોટથી ગોવાની ફ્લાઇટ પણ સંભવતઃ માર્ચ મહિનાથી જ શરૂ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિતનાં શહેરોમાં એર ફ્રીક્વન્સી ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર-ઉદ્યોગ સહિતના કારણોસર રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માગણી હતી, જેનો સ્વીકાર થતાં આગામી માર્ચ-2023થી ખાનગી એરલાઇન્સ કંપનીએ રાજકોટથી ઇન્દોર, ઉદયપુર અને ગોવાની ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
રાજકોટ-ઇન્દોરની ફ્લાઇટ ઇન્દોરથી સવારે 8.15 કલાકે રાજકોટ લેન્ડ થશે અને 8.55 કલાકે ઇન્દોર માટે ટેકઓફ થશે. જ્યારે ઉદયપુરની ફ્લાઇટ સવારે 7.35 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8.35 કલાકે ઉદયપુર જવા માટે ટેકઓફ થશે.


comments powered by Disqus