રાજ્યમાં કોરોના સંક્રમણ વધે તે પહેલાં જ સરકારની રણનીતિ

Wednesday 18th January 2023 05:10 EST
 
 

અમદાવાદઃ કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઊંચકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતનાં શહેરોમાં કોરોનાની બંને રસીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સુરતમાં 62 આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનની વ્યવસ્થા કરી રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો રાજકોટમાં પણ ડોઝ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે. તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર પૂરતા પ્રમાણમાં ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ વ્યક્તિ વેક્સિન વગર પરત ન ફરી શકે.


comments powered by Disqus