શાળાએ ગયેલી વિદ્યાર્થિનીનું ભેદી મોતઃ વિશેરા FSLમાં મોકલાયા

Wednesday 18th January 2023 05:19 EST
 
 

રાજકોટઃ રાજકોટમાં જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીનું અચાનક મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. ધો. 8ની વિદ્યાર્થિની ઘરેથી નીકળી ત્યારે તંદુરસ્ત જણાતી હતી, પરંતુ સ્કૂલે જતાં તેનું મોત થતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિદ્યાર્થિનીના મોતનું કારણ અજી સુધી જાણવા મળ્યું નથી.
રાજકોટ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત થયાની ઘટના સામે આવતાં જ સ્કૂલ દ્વારા તુરંત પોલીસને કોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કિશોરીના મોત અંગે તપાસ હાથ ધરી હતી. જો કે પ્રથમ દૃષ્ટિએ પોલીસને કોઈ કારણ ન મળતાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવાઈ હતી. જે મુજબ વિદ્યાર્થિનીના વિશેરાને તપાસ માટે એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ બાદ કોઈ તારણ પર આવશે


comments powered by Disqus