સુરતમાં બુટલેગર અને ગેમ્બલર્સ વચ્ચે ગેંગવોર

Wednesday 18th January 2023 06:02 EST
 
 

સુરતઃ સુરતમાં ફરી એક વખત ગેંગવોરનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. બુટલેગર અને ગેમ્બલર્સ વચ્ચે થયેલી ગેંગવોરમાં માથાભારે યુવકના બંને હાથનાં કાંડાં કાપી નાખવામાં આવ્યાં છે. સુરતના માથાભારે છાપ ધરાવતા અન્નુના ભાઈ પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નાણાંની લેતીદેતી બાબતે થયેલા આ હુમલામાં અન્નુના ભાઈના બંને હાથનાં કાંડા કાપી નાખવામાં આવ્યાં હતાં. સલાબતપુરા પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી લીધી.
માન દરવાજામાં ગેમ્બલરની છાપ ધરાવતા બાપ-દીકરા હુમલો કરી ભાગી છૂટ્યા હતા. સલાબતપુરા પોલીસે ઘટના અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


comments powered by Disqus