રાજકોટ: અગાઉ વિદ્યાર્થી એકસાથે એક જ ડિગ્રીનો અભ્યાસ કરી શકતા હતા. અને એક જ વર્ષના બે ડિગ્રીનો અભ્યાસ અમાન્ય ગણાતો હતો. એકસાથે લીધેલી 2 ડિગ્રી પૈકી એક ડિગ્રી વિદ્યાર્થીએ કેન્સલ કરાવવી પડતી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીએ એક જ વર્ષમાં એક સાથે બે ડિગ્રી લેવાની મંજૂરી આપી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવાં શૈક્ષણિક સત્રથી જ વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી લઇ શકે છે. એવી વ્યવસ્થા કરવામાં આવશે તેવો દાવો કરાયો છે.
બે ડિગ્રી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીએ બાંયધરી આપવાની રહેશે કે તેમની બંને ડિગ્રીના અભ્યાસનો સમય જુદો જુદો રહેશે. બીકોમ અને બીએસસી બંને ડિગ્રી એકસાથે ભણવા વિદ્યાર્થીની કોલેજનો સમય સવારનો અને બપોરનો. એમ જુદો જુદો રહેવો જોઇએ.

