અમેરિકાની ગોરીઓ બની ગુજરાતી ગરબાની ઘેલી

Wednesday 18th October 2023 07:26 EDT
 
 

સુરતઃ ગુજરાતની ઓળખસમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે. સુરતમાં 22 વર્ષથી ગોલ્ડન રંગીલા ગ્રૂપ નામથી ગરબા ક્લાસ ચલાવનારા પરેશ મોઢા ત્રણ મહિનાથી અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યા છે. જોવાનું એ છે તે અમેરિકામાં રહેતા ભારતીયોની સાથે અમેરિકાની ગોરીઓ પણ ગરબાની ઘેલી બની છે. પરેશ મોઢા હાલમાં અમેરિકાની ગોરીઓને તો ગરબા શીખવી જ રહ્યા છે, સાથે પ્રોફેશનલ બેલે ડાન્સર ગ્રૂપને પણ ગુજરાતી ગરબા શીખવી રહ્યા છે.
માત્ર ભારતીય જ નહીં, પરંતુ અમેરિકાના નાગરિકો અને ત્યાંની પ્રોફેશનલ બેલે ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાથી આકર્ષાઈ છે. ગરબા ટીચર પરેશ મોઢાએ ગુજરાત સમાચારને જણાવ્યું કે, હું છેલ્લાં 20 વર્ષથી ગરબા શીખવાડી રહ્યો છું, અને દરવર્ષે વિદેશમાં પણ શીખવવા જઉં છું. નોન ઇન્ડિયન્સને ગરબા શીખવવાના થોડું ડિફિકલ્ટ છે. જો કે તેમને ગરબા શીખવાનો ભારે રસ હોવાથી તેઓ તનતોડ મહેનત કરતા હોય છે.


comments powered by Disqus