ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ પહેલાં દિલ્હી પછી મુંબઈમાં યોજાયેલા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિલાયન્સના મૂકેશ અંબાણી, ટાટા સન્સ, એલ એન્ડ ટી, એસ્સાર, પી એન્ડ જી, કોટક મહિન્દ્રા, ગોદરેજ સહિત 13 ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ બેઠક પછી એસ્સાર જૂથે આગામી વાઇબ્રન્ટ સમિટ-2024માં ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન ઊર્જા અને પોર્ટ સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ એમ.ડી. મૂકેશ અંબાણી સાથે બેઠક યોજી હતી.
તેમણે એલ એન્ડી ટીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન, ભારત અને દક્ષિણ એશિયા P&Gના એમ.ડી. વૈદ્યનાથન, યુપીએલના ચેરમેન અને ગ્રૂપ સીઈઓ જય શ્રોફ, ટાટા સન્સ પ્રા.લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, કોટક મહિન્દ્રા બેન્કના દીપક ગુપ્તા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિ.ના ચેરમેન અને એમ.ડી. નંદકુમાર, આદિત્ય બિરલા ગ્રૂપ ચેરમેન કુમાર મંગલમ્ બિરલા, આઇટીસી લિમિટેડના ચેરમેન અને એમ.ડી. સંજીવ પુરી, બેન્ક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે વન ટુ વન બેઠક કરી હતી.
વાઇબ્રન્ટની બે દાયકાની સફર રજૂ કરી
મુખ્યમંત્રીએ ઉદ્યોગ, વેપાર અને ફાઇનાન્સિયલ સેક્ટરના અગ્રણીઓ તેમજ વિવિધ દેશના કોન્સ્યૂલેટ જનરલ્સ સમક્ષ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની બે દાયકાની સફરને રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટમાં સેમિકંડક્ટર, ગ્રીન હાઇડ્રોજન એનર્જી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ, ક્લાઇમેટ ફાઇનાન્સિંગ જેવા સેક્ટરમાં સેમિનાર યોજાશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ પહેલાં દિલ્હી પછી મુંબઈમાં યોજાયેલા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિલાયન્સના મૂકેશ અંબાણી, ટાટા સન્સ, એલ એન્ડ ટી, એસ્સાર, પી એન્ડ જી, કોટક મહિન્દ્રા, ગોદરેજ સહિત 13 ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ બેઠક પછી એસ્સાર જૂથે આગામી વાઇબ્રન્ટ સમિટ-2024માં ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન ઊર્જા અને પોર્ટ સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ એમ.ડી. મૂકેશ અંબાણી સાથે બેઠક યોજી હતી.તેમણે એલ એન્ડી ટીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન, ભારત અને દક્ષિણ એશિયા P&Gના એમ.ડી. વૈદ્યનાથન, યુપીએલના ચેરમેન અને ગ્રૂપ સીઈઓ જય શ્રોફ, ટાટા સન્સ પ્રા.લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, કોટક મહિન્દ્રા બેન્કના દીપક ગુપ્તા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિ.ના ચેરમેન અને એમ.ડી. નંદકુમાર, આદિત્ય બિરલા ગ્રૂપ ચેરમેન કુમાર મંગલમ્ બિરલા, આઇટીસી લિમિટેડના ચેરમેન અને એમ.ડી. સંજીવ પુરી, બેન્ક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે વન ટુ વન બેઠક કરી હતી.વાઇબ્રન્ટની બે દાયકાની સફર રજૂ કરીમુખ્યમંત્રીએ ઉદ્યોગ, વેપાર અને ફાઇનાન્સિયલ સેક્ટરના અગ્રણીઓ તેમજ વિવિધ દેશના કોન્સ્યૂલેટ જનરલ્સ સમક્ષ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની બે દાયકાની સફરને રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટમાં સેમિકંડક્ટર, ગ્રીન હાઇડ્રોજન એનર્જી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ, ક્લાઇમેટ ફાઇનાન્સિંગ જેવા સેક્ટરમાં સેમિનાર યોજાશે.

