કેન્યામાં નારાણપરના કચ્છી અગ્રણીનું બહુમાન કરાયું

Wednesday 18th October 2023 07:06 EDT
 
 

કિસુમુઃ નાઇરોબી કેન્યા સ્થિત હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના ટ્રસ્ટીપદે તાજેતરમાં વરાયેલા મૂળ નારાણપરના ભીમજી હાલાઈનું કચ્છીઓ દ્વારા સન્માન કરાયું હતું. તેઓ નાઇરોબી ખાતે કચ્છી લેઉવા પટેલ સમાજના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને કેન્યા નાઇરોબી ખાતે ઘણી બધી હિન્દુ સંસ્થાઓનું નેતૃત્વ કરતી સંસ્થામાં લેઉવા પટેલ સમાજના આગેવાન તરીકે અને કચ્છી ભારતીય સનાતન હિન્દુ તરીકે સક્રિય છે. કચ્છમાં સહજાનંદ સર્વ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરીશ કેરાઈ, માધાપરના મનોજ ભટ્ટ, નાઇરોબીના પિયૂષ કેરાઈ, કિશુમુના વાલજી વાઘજિયાણી વગેરેએ હાલાઈનું સન્માન કર્યું હતું.


comments powered by Disqus