મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ – જીએમડીસી દ્વારા રૂ. 269.44 કરોડની ડિવિડન્ડ રકમનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો, મુખ્યમંત્રીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી ડિવિડન્ડ વિતરણ અને બોનસ શેર માટેની પ્રગતિશીલ નીતિને સુસંગત જીએમડીસીનો આ નોંધપાત્ર ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રીની સમક્ષ જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંઘે પ્રસ્તુત કર્યો હતો. આ સમયે જીએમડીસીના ચેરમેન ડો. હસમુખ અઢિયા તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ જીએમડીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

