પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી અક્ષરધામ નિવાસી થયાઃ હરિભક્તોનો શોક

Wednesday 18th October 2023 06:51 EDT
 
 

અમદાવાદઃ શાહીબાગસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપતા પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી 13 ઓક્ટોબરે શુક્રવારે અક્ષરધામ નિવાસી થતાં હરિભક્તોમાં ઘેરો શોક છવાયો છે. થોડાં વર્ષોથી તેઓને હૃદયરોગની તકલીફ હતી. 4 દિવસ અગાઉ તેમને હૃદયરોગનો હુમલો આવતાં એપેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જે બાદ તેમને યોગીજી મહારાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા.


comments powered by Disqus