પ્રધાનમંત્રી મોદીનું લખેલું ગરબા ગીત 16 લાખ લોકોએ માણ્યું

Wednesday 18th October 2023 07:00 EDT
 
 

અમદાવાદઃ રવિવારથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે નવરાત્રીના એક દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલા એક ગરબા ગીતનો વીડિયો રિલીઝ કરાયો છે. બોલિવૂડ એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાનીના મ્યુઝિક લેબલ જેજસ્ટ મ્યુઝિક દ્વારા નરેન્દ્ર મોદીએ લખેલા ગીતને ધ્વનિ ભાનુશાળીએ ગાયું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. જે ગીતના રિલીઝ પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેમનો અભાર વ્યક્ત કર્યો છે. ‘ગરબો’ ટાઇટલ સાથે રિલીઝ કરવામાં આવેલા આ ગીતને ફક્ત 9 કલાકમાં 16 લાખ લોકોએ યુ-ટ્યૂબ પર જોયું હતું, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના ટીઝરને 2.5 લાખ લોકોએ નિહાળ્યું હતું.
‘ગરબો’ સંસ્કૃતિ અને સંગીતની તાકાત
આ ગીત અંગે જેકી ભગનાનીએ પણ જણાવ્યું છે કે, ‘ગરબો’ ગીતમાં આપણા દેશની સંસ્કૃતિ અને નવરાત્રીની લોકો પ્રત્યેની લાગણીઓ જોવા મળે છે અને આ ગીતથી સંગીતની તાકાત પણ જાણવા મળે છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો
ધ્વનિ ભાનુશાળીને ટેગ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું કે, ‘ધન્યવાદ, ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે, જે મેં વર્ષો પહેલાં લખી હતી. તેણે મારી ઘણી યાદોને વાગોળવામાં મદદ કરી છે.

ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે...(2)
ઘુમે તેનો ગરબો ને ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે...
સૂર્ય-ચંદ્ર ગરબો ને ટ્રક્ટુઓ પણ ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે....
તનડું ડોલાવે ને મનડું ઝુમાવતો,
સહુને રે ગમતો ગરબો...


comments powered by Disqus