નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષીઓની મુક્તિને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટે ગુજરાત સરકારને સજાને ઘટાડવા સંબંધિત રેકોર્ડ 16 ઓક્ટોબર સુધી જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેચે દલીલો બાદ દુષ્કર્મ કેમ અને પરિવારના 7 સભ્યોની હત્યા માટે દોષી 11 લોકોની સજા માફીના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.

