મોદી સ્ટેડિયમમાંથી ઉર્વશી રૌતેલા સહિત 100નાં મોબાઇલ-પાકિટ ચોરાયાં

Wednesday 18th October 2023 06:53 EDT
 
 

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ભારત - પાકિસ્તાનની ક્રિકેટ મેચ દરમિયાન 100 જેટલા મોબાઈલ ફોન અને પાકિટ ચોરાયાં છે. જેમાં ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેમજ ઇન્મકટેક્સ ઓફિસરના આઇફોનની પણ ચોરી થઈ છે. ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ રિયલ ગોલ્ડનો આઇફોન ચોરાયો હોવાની જાહેરાત ટ્વીટથી કરી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ જેટલી પણ મેચ રમાઈ તે દરેક મેચમાં 50થી 100 મોબાઈલ ફોન - પાકિટની ચોરી થઇ હતી. જો કે શનિવારે રમાયેલી મેચમાં 11 હજાર પોલીસ અધિકારી - કર્મચારીનો બંદોબસ્ત ગોઠવાયો હતો, છતાં લોકોના મોબાઈલ ફોન અને પાકિટ ચોરાયા હતા.
આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus