શામળાજીઃ રાજસ્થાનથી ગુજરાતમાં આવી રહેલી પેસેન્જર વાન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 8 વ્યક્તિનાં મોત થયાં હતાં. ગુજરાતની બોર્ડર નજીક રાજસ્થાનની હદમાં રવિવારે બપોરે થયેલા અકસ્માતને પગલે બચાવ કામગીરી માટે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માતમાં 10 વ્યક્તિને ગંભીર ઇજા થતાં શામળાજી તેમજ બાંસવાડા સારવાર માટે ખસેડવામાં
આવ્યા હતા.

