જામનગરઃ માતાના મઢમાં નવરાત્રી દરમિયાન મા આશાપુરાને શિશ ઝુકાવવા ભક્તો દ્વારા પદયાત્રા કરાય છે, ત્યારે જામનગરના જોગવડથી માઇભક્ત દિવ્યરાજસિંહ જાડેજા પણ માતાજીને નમન કરવા પગપાળા નીકળ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, તેઓ શરીરે સવા 11 કિલો લોખંડની સાંકળ બાંધીને ઊલટા પગે ચાલે છે. દિવ્યરાજસિંને કોઈ માનતા નથી, પરંતુ માત્ર પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા આ યાત્રા શરૂ કરી છે.

