સિંહોનું વેકેશન પૂર્ણ થતાં સાસણ ગીર અભયારણ્ય પર્યટકો માટે ફરી ખૂલ્યું

Wednesday 18th October 2023 06:37 EDT
 
 

સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો ચાર મહિનાનો સંવનન કાળ પૂર્ણ થતાં સોમવારથી સાસણ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અવિરત વરસાદને લઈને જંગલમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી છે, ત્યારે કુદરતી વાતાવરણમાં સિંહોને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા.


comments powered by Disqus