અતીક અહેમદનું મર્ડરકેસમાં કબૂલાતનામુંઃ પત્ની સાહિસ્તાની પણ સંડોવણી

Wednesday 19th April 2023 06:36 EDT
 
 

પ્રયાગરાજઃ કોર્ટ દ્વારા રિમાન્ડ પર સોંપાયેલા અતીકે હત્યા પહેલાં ઉમેશ પાલ મર્ડરકેસમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો. અતીકે કબૂલાત કરી છે કે સાબરમતી જેલમાં બેઠાંબેઠાં જ ઉમેશ પાલની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેમાં તેની પત્ની શાહિસ્તા પણ સામેલ હતી.
અતીકે જણાવ્યું હતું કે મર્ડરના ષડયંત્રની જાણકારી શાહિસ્તાને હતી. શાહિસ્તાએ જ જણાવ્યું હતું કે ઉમેશની સાથે બે ગનમેન રહે છે. જે મુજબ પહેલાં ઉમેશના સુરક્ષા કર્મચારીને મારવાનો આદેશ અપાયો હતો.
અતીકે પત્ની શાહિસ્તા સાથે મુલાકાત દરમિયાન નવો મોબાઇલ ફોન અને સિમકાર્ડ પૂરા પાડવા જણાવ્યું હતું, તેની જેલમાં તે લાવનારા કર્મચારીનું નામ પણ જણાવ્યું હતું.


comments powered by Disqus