અતીકનું અબુ સાલેમ - પાકિસ્તાન કનેક્શન

Wednesday 19th April 2023 06:36 EDT
 
 

પ્રયાગરાજઃ ઉમેશ પાલ હત્યાકેસમાં અતીકના કહેવાથી અબુ સાલેમે અસદ અને ગુલામને છુપાવવા મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા બાદ અતીક અને ગુલામ ફરાર હતા. ઉમેશની હત્યા બાદ બંને 36 કલાક પ્રયાગરાજમાં જ છુપાયાં હતાં. જે બાદ કાનપુર, દિલ્હી, મુંબઈ, પશ્ચિમ બંગાળ, બિહાર થઈ અજમેર ગયો હતો. અસદ અને ગુલામ પુણેમાં સાલેમની મદદગારીથી જ છુપાયા હોવાનું પોલીસ માને છે.
અતીક અહેમદ પાકિસ્તાન દ્વારા ડ્રોનથી પંજાબમાં આવતાં આધુનિક હથિયાર ખરીદતો હોવાનું જાણવા મળ્યું છે. અસદ પાસેથી મળેલાં હથિયારો પણ તેમાંથી જ હતાં.


comments powered by Disqus