અમેરિકાનાં તબીબ દેવલ ગઢવીની આરોગ્ય સેવા

Wednesday 19th April 2023 06:01 EDT
 
 

ભચાઉઃ અમેરિકાસ્થિત મહિલા તબીબ દેવલબહેન ગઢવીએ ખડીરમાં કેન્સર નિદાન કેમ્પની વ્યવસ્થા કરી દર્દીઓની સેવાનો સંકલ્પ લીધો છે. દેવલબહેન ગઢવી મૂળ જનાણનાં છે અને અમેરિકા સ્થાયી થયાં છે. તેમના આર્થિક સહયોગથી યોજાયેલા કેન્સર નિદાન કેમ્પ અંતર્ગત રૂ. 3 કરોડના ખર્ચે હરતી-ફરતી એમ્બુલન્સ મારફતે દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જનાણ, રતનપર અને સાંગવારી માતાજીના સ્થાનકે 187 દર્દીઓને તપાસીને એકેયને કેન્સર ન હોવાનું નિદાન કરતાં લોકોમાં ખુશી છવાઈ છે.


comments powered by Disqus