આણંદની સ્કૂલમાં ધો.8નાં છ પેપર ફૂટી ગયાં, પરીક્ષા રદ

Wednesday 19th April 2023 06:02 EDT
 
 

આણંદઃ મોગરી સ્થિત જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના ધો.8નાં ગુજરાતી મીડિયમનાં 6 પેપર ફૂટી જતાં ભારે ચકચાર મચી હતી. ઘટનાના પગલે સંસ્થાના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ વ્યાપ્યો છે. આજે આ ઘટના સમગ્ર આણંદ પંથકમાં ટોક ઓફ ઘ ટાઉન બની હતી. ઘટનાના પગલે હાલ ધો.8ની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ કરાતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચોંકાવનારી વાત તો એ પણ છે કે આ જ સંસ્થાના સંચાલક ઊર્જાબેનનો દીકરો જ ધો.8માં અભ્યાસ કરે છે.


comments powered by Disqus