વલસાડઃ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું છે. કેમ કે અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ડુંગરમાંથી ટનલ બનાવીને બુલેટ ટ્રેન પાસ કરવામાં આવશે.
ગુજરાતમાં પ્રથમવાર ડુંગરમાંથી
પસાર થશે બુલેટ ટ્રેન
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનનો 508 કિ.મી.નો લાંબો રૂટ છે. જો કે, પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની પ્રથમ ટ્રેન હશે. ઉપરાંત ઝરોલી ગામે પણ પ્રથમ ટનલ બની રહી છે.

