પટેલ અને જૈન સમાજની જેમ મોદી સમુદાય પણ છેઃ રાહુલ

Wednesday 19th April 2023 06:34 EDT
 
 

સુરતઃ રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં ગુરુવારે સેશન્સ જજ રોબિન મોંગેરાની કોર્ટમાં ફરિયાદ અને બચાવપક્ષે દલીલોનો આરંભ કર્યો હતો. સતત છ કલાક સુધી ચાલેલી દલીલો બાદ કોર્ટે આગામી 20 એપ્રિલે કસૂરવાર સામેના સ્ટે અને સજા સ્થગિત કરવાની અરજી ૫૨ હુકમ આપશે. રાહુલના વકીલ આર.એસ. છીમાએ જણાવ્યું કે રાહુલ ગાંધી સામેનો ખટલો નિષ્પક્ષ નથી. તેમને વધારે પડતી સજા કરવામાં આવી છે. કોર્ટના ધ્યાને હતું કે રાહુલને બે વર્ષની સજામાં એક દિવસની સજા પણ ઓછી થઈ તો તેનું સંસદનું સભ્યપદ જાત નહીં.
જ્યારે ફરિયાદી પક્ષના વકીલ હર્ષિત ટોલિયાએ કહ્યું હતું કે, જેમ પટેલ સમાજ, જૈન સમાજ છે તેવી જ રીતે મોદી સમુદાય પણ છે. રાહુલે અહંકાર દાખવ્યો હતો. તેમણે બાળક જેવો વ્યવહાર કર્યો અને કોર્ટ ૫૨ દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ચીફ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો હુકમ કરતાં બચાવ પક્ષ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને સાથે સાથે કસૂરવાર ૫૨ સ્ટેની માગ કરાઈ હતી.


comments powered by Disqus