પૂર્વ આઇપીએસની સીબીઆઇ તપાસની માગ

Wednesday 19th April 2023 06:36 EDT
 
 

પ્રયાગરાજઃ માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા અંગે પૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે આ હત્યાકાંડની સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇ તપાસ કરાવવા માગ કરી છે.
અરજીમાં અમિતાભ ઠાકુરે કહ્યું છે કે, અતીક અને અશરફ ભલે અપરાધી હતા, પરંતુ જે પ્રકારે તેમની હત્યા કરવામાં આવી છે તેને જોતાં હત્યાકાંડ રાજનીતિક હોવાની આશંકા છે. જરાપણ આશંકા હોય કે આ હત્યા રાજનીતિક છે, તો નિશ્ચિતરૂપે તેની તપાસ સ્થાનિક પોલીસને ન સોંપી શકાય. તેથી આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટની દેખરેખમાં નિષ્પક્ષ તપાસ એજન્સી એટલે કે સીબીઆઇ દ્વારા જ કરવી જોઈએ.


comments powered by Disqus