ભરૂચ હવાલાકાંડનો ગઢઃ 94 દિવસમાં રૂ. 1.04 કરોડ જપ્ત

Wednesday 19th April 2023 06:02 EDT
 
 

ભરૂચઃ ભરૂચ એસઓજીની ટીમે માત્ર 94 દિવસમાં જ ત્રીજી વાર હવાલાના રૂપિયા સાથે એક રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. ટંકારિયાના શખ્સને ટીમે હવાલાના રૂ. 19.32 લાખ ડિલિવરી કરતાં ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા રિક્ષાચાલકને ટંકારિયાના જ એક શખ્સે સાઉથ આફ્રિકાના સ્વાઝીલેન્ડથી આવેલા રૂપિયા અલગ અલગ લોકોને આપવા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. એસઓજી પીઆઇ આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી. શિયાળિયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને બાતમી મળતાં સોનેરી મહેલથી પાંચબત્તી તરફ જતાં એક રિક્ષાચાલક રફિક અલ્લી ઇબ્રાહિમ કોઢિયાને પકડ્યો હતો. ટીમે તેની પાસેથી હવાલાના રૂ. 19.32 લાખ રિકવર કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેને ટંકારિયાના જ સાજીદ અબ્દુલ રસીદ ગોરીવાલા નામના શખ્સે અલગ અલગ લોકોને આપવા માટે રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરી હતી.
ભરૂચમાં માત્ર 94 દિવસમાં હવાલાના 3 કેસ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે, જેમાં અગાઉ રૂ. 35 લાખ રૂ. 50.50 લાખ ઝડપાયા હતા.


comments powered by Disqus