મહુડી મંદિરમાંથી બંને ટ્રસ્ટીઓએ ચોરેલા વધુ બે હાર પોલીસે જપ્ત કર્યા

Wednesday 19th April 2023 06:01 EDT
 
 

ગાંધીનગરઃ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 45 લાખના સોનાના વરખની ચોરી મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. ઝડપાયેલા ટ્રસ્ટીઓના રિવિઝન રિમાન્ડ દરમિયાન એલસીબીએ એક ટ્રસ્ટીએ મંદિરના ભંડારમાંથી સેરવી લીધેલા સોનાના વધુ બે હાર જપ્ત કર્યા છે. આ હારની કિંમત 10 લાખ જેટલી થવા જાય છે. જ્યારે અન્ય એક ટ્રસ્ટીએ પણ 241 ગ્રામ સોનાની સેરવેલી રણીના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
એલસીબીએ બંનેના વધુ બે દિવસના રિવિઝન રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસે નિલેશ મહેતા પાસેથી ભંડારમાંથી સેરવી લીધેલા સોનાના બે હાર જપ્ત કર્યા હતા. આ હાર સોની પાસે પીગળાવીને રોકડી કરવામાં આવે તે પૂર્વે જ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. પોલીસે જે બે હાર જપ્ત કર્યા છે તે 210 ગ્રામના છે. જેની બજાર કિંમત 10 લાખ જેટલી થવા જાય છે. આ ઉપરાંત સુનિલ મહેતાનો મોબાઇલ પણ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં મંદિરમાંથી સેરવેલા દાગીનાના ફોટોગ્રાફ અને વિગતો મળી આવી હતી.


comments powered by Disqus