રાષ્ટ્ર અને રાષ્ટ્રવાસી જ અગ્રતાઃ મોદી

Wednesday 19th April 2023 06:36 EDT
 
 

ગુવાહાટીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરને રૂ. 1123 કરોડના ખર્ચે નિર્મિત પહેલી એઇમ્સની ભેટ આપતાં એક સમારોહમાં કહ્યું કે, આજકાલ નવી બીમારી છે, દાયકાઓ સુધી દેશ પર રાજ કરનારા કહે છે કે ક્રેડિટ નથી મળી. અગાઉની સરકારો માટે પૂર્વોત્તર દૂર હતું અને તેને નજીક લાવવા સમર્પણથી સેવા કરી છે. જનસભાને સંબોધતાં મોદીએ કહ્યું કે, ભાજપની સરકારની નીતિ, નિયત અને નિષ્ઠા કોઈ સ્વાર્થની નહીં, પરંતુ રાષ્ટ્ર પ્રથમ, દેશવાસી પ્રથમની ભાવનાથી નક્કી થાય છે.
વડાપ્રધાને શુક્રવારે એઈમ્સના ઉદ્ઘાટન અવસરે કહ્યું કે એઈમ્સ- ગુવાહાટીની શરૂઆતથી આસામ અને સમગ્ર પૂર્વોત્તરમાં સ્વાસ્થ્ય સેવાના માળખાને મજબૂતી મળશે. ભાજપ સરકારે 9 વર્ષમાં પૂર્વોત્તરમાં સામાજિક પાયાગત માળખામાં સુધાર માટે મહેનત કરી છે. વોટ બેન્કને બદલે દેશની મુશ્કેલીઓ દૂર કરવા પર અમે ધ્યાન આપ્યું છે.


comments powered by Disqus