લવજેહાદ -ધર્માંતરણ સામે કામ ચાલુ રહેશેઃ કાજલ

Wednesday 19th April 2023 06:01 EDT
 
 

જૂનાગઢઃ ઉનામાં ભડકાઉ ભાષણ મામલે પાંચ દિવસથી જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાનીને ગુરુવારે જામીન મળી ગયા. જેલમાંથી બહાર આવતાં જ તેણે હુંકાર કર્યો હતો કે, લેન્ડ જેહાદ, લવ જેહાદ અને ધર્માંતરણ સામે કામ ચાલુ રહેશે. કાજલ બહાર આવતાં વિહિપના કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે, મને વિશ્વાસ હતો કે ન્યાય મળવાનો છે. આજે ન્યાય મળ્યો છે. બધા પોતપોતાનું કાર્ય કરે છે. સામેવાળા એનું કાર્ય કરે છે, એવી રીતે અમે લેન્ડ જેહાદ, લવ જેહાદ, ધર્માંતરણ સામે કામ ચાલુ રાખીશું, ઘરે બેસી રહીશું નહીં.


comments powered by Disqus