મુંબઈઃ બ્રિટનમાં તાજેતરની મુલાકાત દરમિયાન વિનાયક દામોદર સાવરકર સામે કથિત બદનક્ષીભર્યાં નિવેદન બદલ ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી સામે સાવરકરના પૌત્રએ બદનક્ષીની ફરિયાદ કરી છે.
સત્યકી સાવરકરે ફરિયાદમાં જણાવ્યું કે, ગાંધી વારંવાર વર્ષોથી સાવરકરની બદનામી કરી રહ્યા છે. બ્રિટનમાં કોંગ્રેસની સભાને સંબોધતાં 5 માર્ચ 2023ના રોજ પણ ગાંધીએ આવું જ કર્યું છે. ગાંધી સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે.

