કચ્છ–બનાસકાંઠા માટે રૂ. 240 કરોડનું પાક નુકસાની પેકેજ

Wednesday 19th July 2023 06:16 EDT
 
 

ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાને કારણે 10 અસરગ્રસ્ત જિલ્લા પૈકી માત્ર કચ્છ અને બનાસકાંઠામાં પિયત- બિનપિયત અને બાગાયતી પાકને નુકસાન થયું હોવાનું સરકારના સરવેમાં બહાર આવતાં આ બે જિલ્લા માટે સરકારે રૂ. 240 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે.
આ બે સિવાય બાકીના જે જિલ્લામાં એસડીઆરએફના નિયમ પ્રમાણે 33 ટકા કિસ્સામાં નુકસાની હશે તો તેને મહેસૂલ વિભાગ વળતર આપશે તેમ સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા સહિતના અસરગ્રસ્ત 10 જિલ્લામાં સરકારે રૂ. 11.60 કરોડની સહાય ચૂકવી હતી.


comments powered by Disqus