ગીરની કેસર બાદ વલસાડી આફૂસને જીઆઇ ટેગ મળશે

Wednesday 19th July 2023 07:02 EDT
 
 

વાપીઃ વિશ્વભરમાં પ્રખ્યાત વલસાડી આફૂસ કેરીનું દેશ-વિદેશમાં એક્સપોર્ટ થાય છે. રત્નાગિરિ આફૂસ અને તલાલા કેસર કેરીને જીઆઇ ટેગ મળી ચૂક્યો છે, તો વલસાડી આફૂસના જીઆઇ ટેગ માટે પ્રક્રિયા ચાલી રહી છે. હજુ સુધી જીઆઇ ટેગ મળ્યો નથી, પરંતુ પ્રક્રિયા ચાલી રહી છે.
જીઆઇ ટેગ એટલે શું?
જીઆઇ - જિયોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન ટેગ એવી ચીજવસ્તુને મળે છે, જેે અમુક ચોક્કસ વિસ્તારમાં ઉત્પાન્ન થતી હોય અને જે-તે વિસ્તારની ઓળખ હોય અને જે-તે વિસ્તાર માટે યુનિક હોય. ભારતમાં 350 વસ્તુ હાલમાં જીઆઇ ટેગ ધરાવે છે.


comments powered by Disqus