ભુજઃ કચ્છના માધાપર નળ સર્કલ પાસે પોલીસે ફિલ્મી સ્ટાઇલથી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોતાની કાર લઈને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદ પોલીસે પાંચ આરોપીને ઝડપી તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
માધાપરના નળ સર્કલ પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે કાર પસાર થવાની હોવાની બાતમી પર પોલીસ તહેેનાત હતી.
આ સમયે એક શંકાસ્પદ કાર ત્યાંથી નીકળતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર ભગાડી મૂકતાં પોલીસે તેના પર ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યું હતું. ફાયરિંગ બાદ ચાલકે કાર રોકતાં તેમાંથી પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા હતા.

