ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિન નિમિત્તે અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે સિમંધર સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ દ્વારા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 7 ઝોનમાં 10 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ન્યૂ ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

