યુએસ-ભારત વિશ્વના સૌથી ગાઢ સહયોગીઃ યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન

Wednesday 19th July 2023 06:47 EDT
 
 

ગાંધીનગરઃ જી-20 સમિટના ભાગરૂપે દેશ-વિદેશના નાણા મંત્રીઓ અને મધ્યસ્થ બેન્કોના ગવર્નર્સ, પ્રતિનિધિઓની સોમવારથી શરૂ થયેલી બેઠક પૂર્વે ભારતના નાણામંત્રી નિર્મલા સિતારમણ અને અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ મીડિયા સમક્ષ મહત્ત્વપૂર્વ જોઇન્ટ સ્ટેટમેન્ટ ઇશ્યૂ કર્યાં હતાં. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી મુલાકાત અને પ્રેસિડેન્ટ જો બાઇડેન વચ્ચેની મુલાકાતને ટાંકીને જાહેર કર્યું હતું કે, ‘અમેરિકા અને ભારત વિશ્વના સૌથી ગાઢ સહયોગી પૈકી એક છે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી વેપાર ગયા વર્ષે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે એને આગામી વર્ષોમાં વધુ વૃદ્ધિ થવાની અમેરિકાને અપેક્ષા છે.’
યેલેને જણાવ્યું કે, આબોહવા પરિવર્તન અને રોગચાળા જેવા મુખ્ય પડકારોનો સામનો કરવા જેવી મહત્ત્વની બાબતમાં વિશ્વ જી-20 તરફ મીટ માંડી રહ્યું છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે, ‘સમાવેશક માળખામાં ઐતિહાસિક દ્વિસ્તંભી વૈશ્વિક ટેક્સ ડીલને અંતિમ સ્વરૂપ આપવા પર ભારતના ગંભીર પ્રયાસની પણ હું પ્રશંસા કરું છું. હું 10મી ઈએફપી બેઠક બોલાવવા આતુર છું.’


comments powered by Disqus