રાજકોટઃ જ્વેલર્સ અને લેન્ડ ડેવલપર્સને ત્યાં હાથ ધરેલી સ્થળતપાસ અને વેલ્યુએશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. 1300 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે, જે કબજે લેવાયા છે. જૂનાગઢમાં સ્ટોક વેલ્યુએશનની કામગીરી પૂર્ણ થશે. સોમવારે બેન્ક લોકર ખોલવામાં આવ્યાં હતાં, જેમાંથી પણ સોનું મળી આવ્યું છે. સોની વેપારીઓને ત્યાં ઉદ્યોગકારો, બિલ્ડરોએ મોટાપાયે સોનાનું રોકાણ કર્યું છે, જે પૈકી 10 કરોડથી વધુ રકમની રોકડ મળી આવી છે જે કબજે લેવાઈ છે.
સોની વેપારી અને લેન્ડ ડેવલપર્સ સાથેના જેના વ્યવહારો ખૂલ્યા છે તેની યાદી બનાવી હવે આવકવેરા વિભાગ ત્યાં તપાસ કરશે. તપાસમાં રોકડ અને કાચી ચિઠ્ઠીના વ્યવહાર પણ મળી આવ્યા છે, જે કબજે લેવાયા છે.

