વ્યારાઃ તાપી જિલ્લાના કાકરાપાર અણુવિદ્યુત મથકે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. 700 મે.વો.ના યુનિટ-3 ની જેમ જ 700 મેગાવોટના વધુ એક યુનિટ-4નું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડ્યું છે. હાલ 220 મેગાવોટનાં બે યુનિટ તથા 700 મેગાવોટનું યુનિટ-3 સક્રિય હોવાથી આગામી દિવસોમાં યુનિટ-4 ની સક્રિયતા સાથે કાકરાપાર 1840 મેગાવોટ વીજ ઉત્પાદનની કેપેસિટી હાંસલ કરશે. કાકરાપાર અણુ વિદ્યુતમથકમાં પહેલા 220 મેગાવોટ ઉત્પાદન કરતાં બે યુનિટ કાર્યરત્ હતાં, જે બાદ સ્વદેશી બનાવટના 700 મેગાવોટનાં બે નવાં યુનિટ નિર્માણ કરવામાં આવ્યાં.

