કોરોનાના નવો વેરિએન્ટ JN-1: એક દિવસમાં 35 કેસ, 5 મોત

Wednesday 20th December 2023 06:20 EST
 
 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશનાં જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. કોવિડ-19ના નવા વેરિએન્ટ જેએન-1ના કેસ કેરળમાં નોંધાયા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. દેશમાં માત્ર 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા હતા, તો કેરળ તથા યુપી સહિત દેશમાં 5નાં મોત થયાં છે. ડબલ્યુએચઓ ભારત સહિતના દેશોમાં વધતા કોરોના કેસથી ચિંતામાં છે અને કોવિડના પ્રોટોકોલનું પાલન કરવા સલાહ આપી હતી.
કોરોના વાઇરસનો નવો વેરિએન્ટ જેએન-1 મળ્યા બાદ કેન્દ્રએ ચેતવણી જારી કરી છે. તિરુવનંતપુરમની 79 વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિએન્ટ જેએન-1 મળ્યો હતો, તે સિંગાપોરથી પરત આવી હતી
ગાંધીનગરમાં 2 કેસ
ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવેલી બે સગી બહેનોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને તેના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ લેવાની સાથે સે.6માં સર્વેલન્સ વધારી દેવાયું છે.


comments powered by Disqus