જાણીતા ચિત્રકાર ગુલામ મોહંમદ શેખનું પેઈન્ટિંગ રૂ. 21 કરોડમાં ખરીદાયું

Wednesday 20th December 2023 05:58 EST
 
 

વડોદરાઃ દેશના જાણીતા આર્ટિસ્ટ અને પદ્મભૂષણ ગુલામ મોહંમદ શેખનું પેઇન્ટિંગ ‘આર્કઃ કાશ્મીર’  હરાજીમાં રૂ. 21 કરોડ (25.30 લાખ ડોલર)માં ખરીદાયું છે. હરાજી કરતી કંપની સેફ્રોન આર્ટએ આ પેઇન્ટિંગની કિમત રૂ. 3થી 5 કરોડ અંદાજી હતી. પણ તેનાથી ચાર ગણાથી વધુ નાણાંમાં તે ખરીદાયું હતું. આર્ટ ક્રિટિકના મતે એક્રેલિક કેનવાસ પરનું આ પેઇન્ટિંગ કટ્ટરપંથી રાજનીતિના પડકાર સામેની પ્રતિક્રિયા છે. આ પેઇન્ટિંગમાં લીલો, વાદળી અને કેસરી રંગોનો કલાત્મક ઉપયોગ થયો છે. પેઇન્ટિંગમાં સમુદ્રનાં વિકરાળ મોજાં વચ્ચે ઘેરાયેલી હાલકડોલક થતી નાવડી દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આર્ટ ક્રિટિક ચૈતન્ય સંમ્બ્રાનીના મતે પેઇન્ટિંગમાં દર્શાવેલી આ નાવડી જ્ઞાનની વાણી અને દુનિયામાં શરણની વાત કરે છે, જે હવેના સમયમાં દુર્લભ જણાય છે. 


comments powered by Disqus