તામિલનાડુઃ પૂરમાં ચાર જિલ્લા જળમગ્ન, 800 લોકો ફસાયા

Wednesday 20th December 2023 06:23 EST
 
 

ચેન્નઇઃ તામિલનાડુમાં ભારે વરસાદને લીધે મોટાભાગના વિસ્તારો પૂરમાં ડૂબ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં છે. ભારે વરસાદમાં સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ શાળાઓમાં રજા જાહેર કરી છે, તો બેન્કો બંધ રાખવા પણ આદેશ આપ્યો છે. થૂથુકુડીમાં સતત 30 કલાક વરસાદને કારણે 800 યાત્રી રેલવે સ્ટેશન પર અટવાયા, તો કોવિલપટ્ટીમાં નદી-તળાવો ઓવરફ્લો થયાં છે. બીજી તરફ પૂરની સ્થિતિને પગલે NDRF અને SDRFના 250 જવાનને તહેનાત કરી દેવાયા હતા અને બચાવકાર્યમાં સેનાને ઉતારાઈ આવી. નેવીના હેલિકોપ્ટરે તિરુનેલવેલીમાં 3 સગર્ભા સહિત 17 લોકોને એરલિફ્ટ કર્યા હતા.


comments powered by Disqus