દ્વારકામાં યોજાનારા આહિરાણી મહારાસમાં ઉપલેટાની 1400 મહિલાઓ ભાગ લેશે

Wednesday 20th December 2023 05:33 EST
 
 

ઉપલેટાઃ 23 ડિસેમ્બરે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા ભવ્ય રાસનું આયોજન કરવામાં આવ્યું છે આ રાસમાં સમગ્ર દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ આહિરાણીઓ પોતાનો પરંપરાગત પોષાક પહેરી રાસમાં ભાગ લેશે.
અખિલ ભારતીય આહિરાણી મહાસંગઠનનાં કન્વીનર તેજલબહેન ચંદ્રવાડિયાએ જણાવ્યું કે, સમગ્ર દેશથી આહિરાણીઓ દ્વારકામાં ઉપસ્થિત થઈ રહી છે, ત્યારે ઉપલેટાથી પણ 1400 જેટલી આહિરાણીઓ પોતાના પરંપરાગત પોષાકમાં 23 ડિસેમ્બરે દ્વારકા પહોંચશે. આ મહિલાઓને ઉપલેટાથી દ્વારકા જવા માટે 8 ટ્રાવેલ્સની બસો અને 100થી વધુ ફોર વ્હીલરની નોંધણી કરાવાઈ છે.


comments powered by Disqus