સુરતઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક ઇમારતના બેઝમેન્ટમાંથી થયેલી બાઇકની ચોરી તેના માલિકના કારણે ભારે ચર્ચામાં આવી છે. સુરતની આ ઇમારતના બેઝમેન્ટથી પરેશ પટેલના બાઇકની ચોરી થઈ હતી, જે ચોર સીસીટીવીમાં કેદ પણ થયો. બાઇકની ચોરી અંગે પરેશ પટેલે પોલીસ ફરિયાદ દાખલ કરી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પર ચોરી કરનારા શખ્સ માટે એક પોસ્ટ કરી હતી. વાઇરલ થયેલી આ પોસ્ટ બાદ જાણે ચોરનું હૃદય પરિવર્તન થયું હતું.
પરેશભાઈએ પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘શ્રીમાન ચોર સજ્જનને માલૂમ થાય કે જ્યાંથી ગાડી GJ-5-FE-5906ની ચોરી કરી છે, ત્યાં પાર્કિંગમાં ડાબી તરફના ખૂણામાં એ ગાડીની આરસી બુક અને ચાવી મૂકેલી છે. તો લઈ જજો. સોશિયલ મીડિયાની આ પોસ્ટ વાઇરલ થતાં ચોરને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે બાઇકને તે જ સ્થળે મૂકી જાય છે.

